રાંચી: ઝારખંડની રાજધાની રાંચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે RSSનો વિસ્તાર દેશ માટે છે કારણ કે અમારો લક્ષ્યાંક ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે. મોહન ભાગવતે કહ્યું કે સંઘને મોટો કરવાનો છે કારણ કે આપણા દેશને મોટો કરવાનો છે. વિશ્વગુરુ બનાવવાનો છે. કારણ કે તેની જરૂર છે. ભારતે પોતાના માટે મોટા બનવાનું નથી. તેમણે કહ્યું કે આપણે રાષ્ટ્રવાદ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે તેનો અર્થ થાય છે નાઝી કે હિટલર. આપણે રાષ્ટ્ર કે રાષ્ટ્રીય જેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિર્ભયા કેસ: ફાંસીથી બચવા હવે વળી પાછું દોષિતનું નવું તિકડમ, દીવાલ સાથે માથું અથડાવ્યું


ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા જ મોટી સંરક્ષણ ડીલને મંજૂરી, જાણો 'રોમિયો' કેમ જરૂરી છે ભારતીય નેવી માટે


પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથેની મુલાકાતને યાદ કરતા ભાગવતે કહ્યું કે જ્યારે પ્રણવ દા રાષ્ટ્રપતિ હતાં તો હું તેમને મળવા ગયો હતો. તેમણે કહ્યું કે આપણો દેશ એવો છે કે જે વિવિધતાને સ્વીકારે છે. આ વાત આપણા બંધારણમાં છે. આપણા બંધારણ નિર્માતા એવા હતાં એટલે આવું નથી પરંતુ આપણી પરંપરા આવી છે. આ વિવિધતા એકમાંથી જ નીકળી છે. 


આપણે બધા એક  છીએ એટલે બધાએ સાથે આવવાનું છે
ભાગવતે ભારપૂર્વક કહ્યું કે આપણે કોઈના ડરથી એક થવાનું નથી. આપણે એક છીએ એટલે બધાએ એકસાથે આવવાનું છે. આપણે આપણા માટે જીવતા નથી, એકબીજા માટે જીવીએ છીએ. જે ત્યાગથી જીવશે તે જ મહાન છે. 


સંસ્કૃતિ પર બોલતા તેમણે કહ્યું કે જો આપણે બહાર જઈશું તો એ કોઈ નહીં જુએ કે તમે કઈ પૂજા કરો છો, ઈસ્લામ હોય કે ઈસાઈ. બહારના લોકો કહેશે કે ભારતથી આવ્યા છો તો હિન્દુ હશો કારણ કે આ વિચાર, આચરણ હિન્દુ સંસ્કૃતિ છે. આથી હિન્દુ શબ્દથી સંસ્કારોનો સારો બોધ થાય છે. આથી ભારતનો કોઈ નાગરિક હશે તો બધાને હિન્દુ વિશેષણ લાગે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...